ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

૨૬૩ સાંસદોએ ચૂંટણી ખર્ચમાં ગેરરીતિ કર્યાનો ધડાકો




     


 
2014માં થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ પર અલગ અલગ પાર્ટીઓ અને તેના ઉમેદવારો દ્વારા ચૂંટણીપંચને જે આંકડાઓ અને માહિતી આપવામાં આવ્યા છે તેમાં ઘણું ખોટું થયું હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના સંસદસભ્યોએ ખોટા દાવા રજૂ કરીને ચૂંટણીપંચને ભૂ પાઈ દેવાની કોશીશ કરી છે જેમાં સૌથી વધુ ભાજપ્ના 70 સાંસદોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના એનસીપી, સીપીએમ, સીપીઆઈના સાંસદોનો પણ તેમાં સમાવેશ થાય છે.
એડીઆરના અહેવાલ મુજબ ભાજપ અને કોંગ્રેસ સહિત પાંચ રાષ્ટ્રીય પક્ષોના 342 સંસદસભ્યોમાંથી 263એ પંચને એવી માહિતી આપી હતી કે એમને પોતપોતાની પાર્ટીઓ તરફથી કુલ ા.75.58 કરોડ મળ્યા હતાં. જ્યારે બીજી બાજુ આ બધી પાર્ટીઓના રજિસ્ટરમાં કે એમની કચેરીઓમાં આવા કોઈ ફંડની નોંધ નથી. આ પાર્ટીઓએ ફક્ત 175 સાંસદોને ા.54.73 કરોડ ફંડપે આપ્યા છે તો પછી સવાલ એવો ઉપસ્થિત થાય છે કે બાકીના કરોડો પિયા સંસદસભ્યોએ ક્યાંથી લીધા ? આ પ્રશ્ર્નનો જવાબ પંચ હવે પૂછશે અને મોટી બબાલ ઉભી થશે.
રિપોર્ટ મુજબ ભાજપ દ્વારા 159 સાંસદોને નાણાં અપાયા હતાં. કુલ 282 સાંસદોમાંથી 159 સાંસદોને ભાજપે ચૂંટણી ખર્ચનું ફંડ આપ્યું હતું જેમાં 150 સાંસદોને સમાન રકમ અપાઈ છે તેવું દશર્વિાયું છે. 35 સંસદસભ્યોએ રકમ વધારીને બતાવી છે અને 18 સાંસદોએ રકમ ઘટાડીને બતાવી છે. ભાજપ્ના 70 સંસદસભ્યો એવા છે જેમણે પંચને એમ કહ્યું છે કે પોતાને કુલ ા.14.36 કરોડ પાર્ટીએ આપ્યા છે. જ્યારે પાર્ટી દ્વારા પ્રસ્તુત ચૂંટણીખર્ચના અહેવાલ મુજબ આ સાંસદોને તેણે એક પણ પિયો આપ્યો નથી. આમ ભાજપ્ના 70 સંસદસભ્યોએ સદંતર ખોટો રિપોર્ટ આપીને ચૂંટણીપંચની આંખે પાટા બાંધવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસે પોતાના 44 ઉમેદવારોમાંથી ફક્ત સાત સંસદસભ્યોને જ ચૂંટણી ખર્ચ માટે ફંડ આપ્યું હતું તેના 11 સાંસદસભ્યોએ એવી માહિતી આપી છે કે પાર્ટીએ કુલ 1.08 કરોડ પિયા આપ્યા છે. જ્યારે કોંગ્રેસના રિપોર્ટ મુજબ તેણે પોતાના સાત સંસદસભ્યોને ચૂંટણીખર્ચ માટે કુલ ા.2.70 કરોડ આપ્યા છે. એનસીપીના બે સંસદસભ્યોના ખર્ચના રિપોર્ટમાં પણ ભૂ પાઈ દેવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. એકમાત્ર સીપીએમના સંસદસભ્યએ ખોટો રિપોર્ટ આપ્યો નથી અને એમના દાવા વચ્ચે કોઈ અંતર દેખાતું નથી. આમ 2014ની લોકસભાની ચૂંટણીમાં સંસદસભ્યોના આ ખોટા ધતિંગનો પદર્ફિાશ થયો છે અને આ બાબતે આગળ જઈને ચૂંટણીપંચ આકરા પગલાં લઈ શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો