લેબલ education news સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ education news સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

પ્રવાસીઓએ બીચ પર ઈંડા મૂકી રહેલા કાચબાઓને કર્યા હેરાન





કાચબાની પીઠ પર બાળકોને ઊભા રાખીને લીધા ફોટા

ઘણા લોકોએ કાર્ય કાચબા સાથે અડપલા

Click Below For More Photos

અમેરિકાના કોસ્ટા-રિકાના ગુઆનાકાસ્ટના બીચ પર એક સાથે ખુબ મોટી સંખ્યામાં કાચબા ઈંડા મૂકવા માટે ભેગા થયા હતા. તે સમયે બીચ પર હજાર થયેલા પ્રવાસીઓમાથી કેટલાક પ્રવાસીઓ એમને હેરાન કરવા લાગ્યા હતા. કેટલાક વિચિત્ર લોકોએ તો કાચબાની પીઠ પર બાળકોને ઊભા રાખીને ફોટો પાડવાનું શરૂ કરી દીધુ તો કેટલાકે કાચબા સાથે સેલ્ફી પડાવવા લાગ્યા હતા. આ હરકતની ખબર પડતાજ ત્યાંની પોલીસ હલચલ આવી ગઈ હતી અને  આવું કામ કરતા પ્રવાસીઓ સામે પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. આ બીચ પર દર વર્ષે કાચબાઓ ઈંડા મુકવા આવતા હોય છે. અધિકારીઓ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે જ્યારે પ્રવાસીઔ આવું કરી રહતા હતા ત્યારે એમને કેમ ના રોકવામાં આવ્યાં.
ત્યાના પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે ઘણાં પ્રવાસીઓ કાચબાને અડ્યા અને એટલું જ નહીં તેમની ઈંડા આપવાની પ્રક્રિયામાં બાધા ઊભી કરી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે અહીં દરવર્ષ કરતાં વધારે લોકો ભેગા થઈ ગયા હતા. આટલા ભીડ આ પહેલાં અહીં ક્યારેય જોવા મળ્યાં નથી, માનવામાં આવે છે કે આમાંથી ઘણાં લોકો પરમિશન વગર આવી ગયા છે. ત્યાં પર્યાવરણ અને કાચબાઓ આવવાના આ સમયે ધ્યાનમાં રાખી લોકોને બીચ પર જવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી. 1982 થી ઓસ્ટીનલને વાઇલ્ડલાઇફ સુરક્ષા માટે સુરક્ષિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશ્વમાં ઓસ્ટીનલ જ એક આવું સ્થળ છે જ્યાં તે સમુદ્ર ટર્ટલના ઇંડા ભેગા કરી કાનૂની રીતે વેચાણ કરી

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ 10 દિ’માં રાજીનામું આપે: હાર્દિક પટેલની માગણી




 
 
 


 
પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે ચાલી રહેલા રાજ્યવ્યાપી આંદોલનમાં અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થયેલા પોલીસ દમનની જવાબદારી રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ સ્વીકારી 10 દિવસમાં રાજીનામું ધરી દેવા પાટીદાર સેવા સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે માગણી કરી છે.
સુરત ખાતે આજે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પ્રેસ મીડિયા સમક્ષ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના રાજીનામાની માગણી કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાયેલી મહારેલી બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા પાટીદાર સમાજના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેની જવાબદારી ગૃહ રાજ્યમંત્રીએ સ્વીકારી 10 દિવસમાં રાજીનામું આપી દેવા જણાવ્યું હતું.
હાર્દિક પટેલે ગર્ભિત ચીમકી આપતા જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી જો 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેની સામે પાટીદાર સમાજ આંદોલનનું રણશિંગુ ફૂંકશે તેમ જણાવ્યું હતું.
પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં ક્રાંતિ રેલી બાદ ઉત્તર ગુજરાતમાં મંત્રીઓ અને ભાજપ્ના નેતાઓના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શિત શ કર્યો છે જેમાં તાજેતરમાં જ ભાજપ્ના ઉપાધ્યક્ષ પરશોત્તમ પાલાના કાર્યક્રમમાં મહિલાઓ થાળી અને વેલણ સાથે ધસી જઈ હંગામો મચાવી દીધો હતો જેના કારણે ભાજપ્ના આગેવાનોને ભાગવું ભારે થઈ પડયું હતું. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મંત્રી વસુબેન ત્રિવેદીના કાર્યક્રમનો પણ મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેના કારણે કાર્યક્રમ અધવચ્ચે જ પડતો મુકી દેવો પડયો હતો.

કામચોર' સરકારી અધિકારીઓને ફરજીયાત રિટારમેન્ટ કરી દેશે મોદી સરકાર

- સરકારી અધિકારીઓને હવે કામગીરીના આધાર પર જ પ્રમોશન આપવામાં આવશે


નવી દિલ્હી તા. 16 સપ્ટેમ્બર 2015
મોદી સરકારે અધિકારીઓ માટે નવો ફરમાન બહાર પાડ્યો છે. સરકારના ડીઓપીટી વિભાગે નોટિસ બહાર પાડી છે કે હવે 30 વર્ષની ડ્યૂચી કે 50 વર્ષની ઉમર પાર કર્યા બાદ અધિકારીઓએ પ્રમોશન માટે તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અને તેમા નાપાસ થનારા અધિકારીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવશે.

નોટિસ અનુસાર વાર્ષિક મૂલ્યાંકનમાં નાપાસ થનારા અધિકારીઓને ત્રણ મહિનાની નોટીસ આપી રિટાયર કરી દેવામાં આવશે. આ નોટિસ દરેક મંત્રાલયમાં મોકલવામાં આવશે.

સરકારના આદેશ અનુસાર સરકારી કર્માચારીઓને કામગીરીના આધાર પર જ પ્રમોશન કે હકાલપટ્ટી કરવામાં આવશે.

Valsad Navsari

Recent Clips

all things education