નવી દિલ્હી- બળાત્કારના કેસમાં ફસાયેલા આસારામની હવે એક ઓડિયો ટેપ બહાર આવી છે. આ ઓડિયો ટેપમાં આસારામ સાક્ષીને ખરીદવાની વાતચીત કરી રહ્યા છે. આ એ જ સાક્ષીની વાત છે, જેની પર ગયા અઠવાડિયે હુમલો થતાં એ મૃત્યુ પામ્યો હતો. પીડિતાના પિતાએ દાવો કરતાં જણાવ્યું હતું કે આસારામે સાક્ષીને ખરીદવાની કોશિશ કરી હતી અને એવું ન થતાં એની હત્યા કરવામાં આવી હતી.
પીડિતાના પિતાએ પોલીસને 15 મિનિટની ઓડિયો ક્લિપ સોંપી હતી, જેમાં જોધપુર રેપ કેસને લઈને આસારામ બાપુ અને કૃપાલ સિંહ(સાક્ષી) વચ્ચે વાતચીત થઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો