લેબલ GUJARAT NEWS સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GUJARAT NEWS સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2015

Mobile internet ban lifted in Gujarat but curb still on in Mehsana


After the Director General of Police PC Thakur instructed the heads of police in various cities and districts to take a call on withdrawing the curb depending upon the situation, the ban was gradually lifted in Rajkot, Gandhinagar, Vadodara, Surat and Ahmedabad cities in afternoon.
"I have asked the heads of police across Gujarat to take a call on lifting the ban (on mobile internet) if they find it suitable as per the law and order situation in their areas," Thakur had said.
Control room officials in Junagadh, Amreli, Morbi, Anand, Patan and Mahisagar districts announced the lifting of the curb.
In Ahmedabad, Police Commissioner Shivanand Jha announced in a public notification in the afternoon that the restriction was being removed.
"Looking at the current situation in the city, the ban on mobile internet is no longer deemed necessary. Thus I order to lift the ban, effective from 4 PM," stated the notification.
The ban was enforced in the morning yesterday when Surat police arrested Hardik Patel, the convener of Patidar Anamat Andolan Samiti (PAAS), for trying to take out an 'Ekta Yatra' without permission.
However, any decision on withdrawing the ban in Mehsana district, where a large Patel population is concentrated and which is considered the hotbed of the quota agitation, will be taken by police after reviewing the situation tomorrow afternoon.
"We have decided to continue the ban (in Mehsana district) till tomorrow. We will take a decision after holding a review meeting tomorrow afternoon," said Mehsana Superintendent of Police, JR Mothalia.
Yesterday, a large number of Patel community members came out on the roads near Modhera crossroads of Mehsana town and clashed with police after Hardik's arrest. However, the situation there remained calm today.
Hardik was arrested while trying to take out an 'Ekta Yatra' from Surat. The police's move led to violent protests in Mehsana, Surat and the Bapunagar area of Ahmedabad, where angry mobs engaged in stone-pelting and clashed with police.
However, the violent protests did not spread further and were checked immediately by police.
PTI 

Mobile internet ban lifted in Gujarat but curb still on in Mehsana

Ahmedabad: The mobile internet ban, in force since yesterday in the wake of sporadic violence following the arrest of Patel reservation stir leader Hardik Patel, was lifted on Sunday across Gujarat as the situation stayed peaceful, but continued in Mehsana district, considered the hotbed of the agitation.

બનાસ ડેરીમાં કસ્ટોડિયનની નિમણુંક થતાં હોબાળો, 'શંકર ચૌધરી હાય હાય'ના નારા

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

૨૬૩ સાંસદોએ ચૂંટણી ખર્ચમાં ગેરરીતિ કર્યાનો ધડાકો




     


 
2014માં થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ પર અલગ અલગ પાર્ટીઓ અને તેના ઉમેદવારો દ્વારા ચૂંટણીપંચને જે આંકડાઓ અને માહિતી આપવામાં આવ્યા છે તેમાં ઘણું ખોટું થયું હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના સંસદસભ્યોએ ખોટા દાવા રજૂ કરીને ચૂંટણીપંચને ભૂ પાઈ દેવાની કોશીશ કરી છે જેમાં સૌથી વધુ ભાજપ્ના 70 સાંસદોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના એનસીપી, સીપીએમ, સીપીઆઈના સાંસદોનો પણ તેમાં સમાવેશ થાય છે.
એડીઆરના અહેવાલ મુજબ ભાજપ અને કોંગ્રેસ સહિત પાંચ રાષ્ટ્રીય પક્ષોના 342 સંસદસભ્યોમાંથી 263એ પંચને એવી માહિતી આપી હતી કે એમને પોતપોતાની પાર્ટીઓ તરફથી કુલ ા.75.58 કરોડ મળ્યા હતાં. જ્યારે બીજી બાજુ આ બધી પાર્ટીઓના રજિસ્ટરમાં કે એમની કચેરીઓમાં આવા કોઈ ફંડની નોંધ નથી. આ પાર્ટીઓએ ફક્ત 175 સાંસદોને ા.54.73 કરોડ ફંડપે આપ્યા છે તો પછી સવાલ એવો ઉપસ્થિત થાય છે કે બાકીના કરોડો પિયા સંસદસભ્યોએ ક્યાંથી લીધા ? આ પ્રશ્ર્નનો જવાબ પંચ હવે પૂછશે અને મોટી બબાલ ઉભી થશે.
રિપોર્ટ મુજબ ભાજપ દ્વારા 159 સાંસદોને નાણાં અપાયા હતાં. કુલ 282 સાંસદોમાંથી 159 સાંસદોને ભાજપે ચૂંટણી ખર્ચનું ફંડ આપ્યું હતું જેમાં 150 સાંસદોને સમાન રકમ અપાઈ છે તેવું દશર્વિાયું છે. 35 સંસદસભ્યોએ રકમ વધારીને બતાવી છે અને 18 સાંસદોએ રકમ ઘટાડીને બતાવી છે. ભાજપ્ના 70 સંસદસભ્યો એવા છે જેમણે પંચને એમ કહ્યું છે કે પોતાને કુલ ા.14.36 કરોડ પાર્ટીએ આપ્યા છે. જ્યારે પાર્ટી દ્વારા પ્રસ્તુત ચૂંટણીખર્ચના અહેવાલ મુજબ આ સાંસદોને તેણે એક પણ પિયો આપ્યો નથી. આમ ભાજપ્ના 70 સંસદસભ્યોએ સદંતર ખોટો રિપોર્ટ આપીને ચૂંટણીપંચની આંખે પાટા બાંધવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસે પોતાના 44 ઉમેદવારોમાંથી ફક્ત સાત સંસદસભ્યોને જ ચૂંટણી ખર્ચ માટે ફંડ આપ્યું હતું તેના 11 સાંસદસભ્યોએ એવી માહિતી આપી છે કે પાર્ટીએ કુલ 1.08 કરોડ પિયા આપ્યા છે. જ્યારે કોંગ્રેસના રિપોર્ટ મુજબ તેણે પોતાના સાત સંસદસભ્યોને ચૂંટણીખર્ચ માટે કુલ ા.2.70 કરોડ આપ્યા છે. એનસીપીના બે સંસદસભ્યોના ખર્ચના રિપોર્ટમાં પણ ભૂ પાઈ દેવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. એકમાત્ર સીપીએમના સંસદસભ્યએ ખોટો રિપોર્ટ આપ્યો નથી અને એમના દાવા વચ્ચે કોઈ અંતર દેખાતું નથી. આમ 2014ની લોકસભાની ચૂંટણીમાં સંસદસભ્યોના આ ખોટા ધતિંગનો પદર્ફિાશ થયો છે અને આ બાબતે આગળ જઈને ચૂંટણીપંચ આકરા પગલાં લઈ શકે છે.

ગુજરાતભરમાં પાટીદાર મહિલાઓ રસ્તા પર ઉતરી


પોલીસદમનના વિરોધ-અનામત આંદોલનના સમર્થનમાં

થાળી-વેલણનો નાદ ગૂંજ્યો

પોતાના ઘેર રહીને થાળી પીટવાની અપીલ હતી પરંતુ મહિલાઓ સ્વયંભૂ રસ્તાઓ પર આવી ગઇ ઃ રાત્રે ઉત્તેજનાસભર માહોલ છવાયો
અમદાવાદ , બુધવાર
પોલીસ દમન અને પાટીદાર આંદોલનના સમર્થનમાં થાળી વગાડીને વિરોધ કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ અપીલ કરી હતી પણ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં પાટીદાર મહિલાઓ સ્વયંભૂ રીતે રસ્તા પર ઉતરી પડી હતી. થાળીઓ વગાડીને વિરોધ વ્યક્ત કરતાં મોડી રાત્રે ઉત્તેજનાસભર માહોલ છવાયો હતો.
અમદાવાદમાં આજે મોડી રાત્રે વસ્ત્રાલ, રાણિપ, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં પાટીદાર મહિલાઓના ટોળેટોળા રસ્તા પર ઉતરી પડયાં હતાં. કોઇ પ્રસંગ હોય તે રીતે પાટીદાર મહિલાઓએ થાળી વેલણ લઇને રેલી સ્વરુપે નીકળી પડી હતી. આ ઉપરાંત પાટીદારોને અનામતના સમર્થન નહી આપનારા રાજકારણીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ પાટીદાર મહિલાઓના હાથમાં લઇને સ્વયંભૂ રીતે માર્ગો પર નીકળી પડી હતી.
પાટીદાર મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ખુદ પાટીદાર સમિતિએ ઘરમાં રહીને થાળી પીટવાનો આદેશ કર્યો હતો તેમ છતાંયે આખાયે રાજ્યમાં એકીસાથે પાટીદાર મહિલાઓએ રાત્રે થાળી પીટીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં કૃષ્ણનગરમાં સરદારચોકમાં ચાર હજાર પાટીદારો ઉમટી પડયાં હતાં. રાત્રે થાળીઓનો નાદ ગુંજતા અનોખો માહોલ સર્જાયો હતો.

સાંસદ પરેશ રાવલ સામે પાટીદારોએ જંગ છેડયો
અમદાવાદ,બુધવાર
પાટીદારોએ હવે અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલ સામે સોશિયલ મિડિયા પર જંગ છેડયો છે. બાપુનગરમાં શ્વેતાંગ પટેલના મૃત્યુની સાથે પાટીદારો પર પોલીસે દમન ગુજાર્યો છતાંયે આજદીન સુધી સાંસદ પરેશ રાવલે આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ કારણોસર પાટીદારોએ વોટસએપ, ફેસબુક સહિત સોશિયલ મિડિયા પર પોસ્ટર મૂકીને વિરોધ શરૃ કર્યો છે. પરેશ રાવલ ખોવાયાં છે તેવુ દર્શાવી પોસ્ટર વાયરલ કરાયું છે. છેલ્લાં બે મહિનાથી પરેશ રાવલ અમદાવાદ આવ્યાં નથી. પાટીદારોનું કહેવું છેકે,પ્રજાના પ્રતિનિધીને પ્રજા માટે સમય નથી ત્યારે તેમનો વિરોધ કરવો જરૃરી છે.

વેરના બીજને જમીનદોસ્ત કરવાનો સંકલ્પ કરીએ


આપણે જેનો ઇંતજાર કરતા હતા તે વર્ષમાં સર્વોત્તમ આરાધનાનો દિવસ આજે આવી ગયો. સાત-સાત દિવસ સુધી આરાધનાની સીડી ચઢતા-ચઢતા આજે મંઝીલ પર પહોંચી ગયા છીએ. આજે સંવત્સરીની મંઝીલ પર આધ્યાત્મિક આનંદ માણવા માટે ઘણા નવા ચહેરા ધર્મ સ્થાનોમાં દેખાય છે. બાર મહિનામાં કોઈ દિવસે દેરાસર કે ઉપાશ્રયમાં પગ મૂકતા ન હોય, તેવા જીવોનો પણ આ દિવસે ધર્મ કરવાની તડપ લાગે છે, અને હર્ષથી દેરાસર ઉપાશ્રય આવે છે. પ્રવચનમાં ભીડ જામે છે. માનવ મહેરામણ કીડીઆરોની જેમ ઉભરાઈ જાય છે. નોકરી વ્યાપાર આદિના કારણે જ ભાગ્યશાલીઓ ૪ દિવસ સુધી બે ટંકાના કુલ આઠ વ્યાખ્યાન ન સાંભળી શક્યા હોય, તેઓ વંચિત ન રહી જાય માટે ૪ દિવસનાં ૮ વ્યાખ્યાન અને આજનું નવમું વ્યાખ્યાન એમ નવ વ્યાખ્યાનો આજે અર્ધ માગઘી ભાષામાં બારસા સૂત્ર તરીકે વંચાય છે. સમયની મર્યાદા હોવાથી તેનો અર્થ આજે કહેવાતો નથી. લોકો અત્યંત ભાવભરી શ્રદ્ધાથી સાંભળે છે. વચમાં વચમાં ચિત્રો પણ બતાવાય છે.
આજે બધા ભાઈ-બહેનો ટોળાના ટોળા જાય છે. બધા ગુરુભગવંતોને વંદન પણ કરે છે. આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે. દિવસે દિવસે ચઢતા ભાવથી આજે આવેલું પ્રભાત આધ્યાત્મિક રીતે અનેરો રંગ લાવી રહ્યું છે. જેમ ઉષા અનેરો રંગ લાવે છે, આખા વિશ્વને ખુશનુમ બનાવી દે છે, પણ એક મુહુર્ત પછી એ ઉષા વિલીન થતાં વિયોગનું દુ :ખ સર્જાય છે. એવી રીતે આજે સંવત્સરી પર્વનો ઉત્સાહ પ્રતિક્રમણ સુધી ઉનાળાના થર્મોમીટરની જેમ વધી જશે અને પ્રતિક્રમણ થતા જ વિષાદનો કટુ અનુભવ થશે. વિશ્વમાં સંયોગ છે. ત્યાં વિયોગ નિશ્ચિત જ હોય છે. માટે કશો વિષાદ કરવાની જરૃર નથી.
આજે ક્ષમાના અમૃત ઘટનો દિવસ આવ્યો છે. પ્રેમ અને વહાલના જેટલા ઘુંટડા લઈ શકાય, તેટલા લઈ લેવા જોઈએ, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, ત્યારે માઢું ધોવા ગયા, તો મામલો ખત્મ થઈ જાય છે. એટલે કે પ્રમાદમાં પડયા રહ્યા અને નકામો લાભ ન ઉઠાવ્યો, તો વર્ષભર પસ્તાવો થશે.
વર્ષભરમાં બીજાને સુખી જોઈને ઇર્ષા કરી હોય, એને ધુળ ચાટતો કરી દઉ એને બરબાદ કરી દઉં, ટાંટીયા ખેંચીને એને જમીન દોસ્ત કરી દઉં, આવી રીતે ઇર્ષા કરીને આત્મામાં પાપનાં સરવાળા કર્યા છે. દ્વેષ અને ક્રોધથી ઘણાએ ધમપછાડા કર્યા છે. બીજાને હલકા નકામા કહીને નવાજ્યાં છે. ક્રોધનો એક ક્ષણ એટલું ભયંકર આગ જેવો દુષ્કૃત્યો નુકશાનનો વિચાર કરીને આજે પ્રતિક્રમણ પહેલા 'મિચ્છામિ દુક્કડં' આપી આત્માને નિષ્પાપ બનાવી દઉં. જેથી રતિભર દ્વેષ ન રહી જાય. ક્રોધનો કટકો ન રહી જાય. પ્રેમ અને વાત્સલ્યનું વાવેતર થાય. હેતના પુષ્પો મઘમઘાયમાન થાય. ક્ષમાના અમૃત ઘટની મન મંદિરમાં પ્રતિષ્ઠા થાય. વાત્સલ્યની મીઠી મધુર વાંસળી વાગવા મંડી જાય. ચિંતામાં અપૂર્વ શાંતિની અનુભૂતિ થાય. બીજાઓનો તમારે પ્રત્યે સદ્ભાવ ઉભો થાય.
આજે સર્વ જીવોને ખમાવીને વૈરીનેય ભેટી પડો, પ્રેમ, પ્યાર, વાત્સલ્યના અમીઝરણાં કરો. કષાયની આગ ક્ષમાના શીતલ જલથી ઓલવી દો.
આજે સંવત્સરી મહાપર્વના દિવસે ઘણા જુના ક્રોધના કાંટાઓને દુર કરો, ક્ષમાની કામધેનું આત્માના ખેતરમાં ઉભી કરી દો. જેથી વર્ષભર પ્રેમ વાત્સલ્યના દૂધના ઘૂંટડા મળ્યા કરશે.
જેમ જંગલમાંથી પસાર થનાર પાછળ જુએ છે કે કેટલો માર્ગ કપાઈ ગયો ? નાવિક પાછળ જુએ છે કે, કિનારાથી કેટલા દુર આવ્યા ? એમ વિચારી આજે પ્રતિક્રમણ એટલે પાછા ફરીને જોવાનું કેટલી વેરની ગાંઠો બાંધી છે ? કેટલી દુશ્મનાવટ ઉભી કરી ? મિત્રતા કેમ ન કરી ? ૮૪ લાખની જીવોની પ્રત્યે મિત્રતાના બદલે દુશ્મનાવટ કેમ ઉભી કરી છે ? ઇત્યાદિનો પશ્ચાતાપ કરી સાંવત્સરીક મહાપર્વના દિવસે મિચ્છામિ દુક્કડં માંગી સાચું ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વની આરાધના કરીએ. જે વ્યકિત આજે ક્ષમા માંગતો નથી, તે ભાવથી જૈન તરીકે રહી શક્તો નથી. 'ખામેમિ સવ્વ જીવે' બોલવાવાળો શું પોતાના ભાઈ-બહેન સ્વજનની સાથે વેર રાખી શકે ? નાનાએ મોટા પાસે ક્ષમા માંગવી જોઈએ. જે ક્ષમા માંગશે, તે આરાધક થશે. બીજા વિરાધક થશે. વૈરના બીજને દુર નહીં કરીએ તો શું વિષ વૃક્ષ ઉભું નહીં થાય ? ચાલો આજે વૈરના જમીન દોસ્ત કરવાનો સંકલ્પ કરીને ક્ષમાની શીતલતાનો અનુભવ કરતા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહૂતી કરીએ.
'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' ન ક્ષમા પરાક્રમી પુરૃષોનું કામ છે. જેથી તેમનું ભૂષણ છે. ક્ષમા અને પશ્ચાતાપના આંસુડાઆથી કર્મના મેલને ધોઇ નાંખ્યો ત્યારે દેવો ત્યાં મહોત્સવ કરવા આવ્યા ત્યારે ચારે માસક્ષમણના તપસ્વીઓને પોતાના ક્રોધનો દોષ ખ્યાલમાં આવ્યો. તેઓએ ક્ષમા માંગી અને પશ્ચાતાપથી કેવલજ્ઞાાન મેળવ્યું. આ મહાપર્વના દિવસે ૩ વાતનો આપણે સંકલ્પ કરીએ કે, (૧) કોઇ ક્રોધ કરશે, તો હું ક્ષમા રાખીશ. (૨) છતાં ક્રોધ થઇ જશે, તો ક્ષમા માંગીશ, (૩) કોઇ ક્ષમા માંગશે, તો હું તે ક્ષમા કરીશ. આ રીતે જીવનમાં ક્ષમાની આરાધના કરીને મોક્ષ પામીશ. બાર મહિના ભલે મારી પાનખર હોય પણ પર્યુષણ તો વસંતઋતુ છે. હોઠ નહી હૈયાથી ક્ષમા માગી જીવન સફળ બનાવીએ એ જ શુભેચ્છા. વીતરાગથી વાણીથી વિરુદ્ધ કહ્યું હોય તે 'મિચ્છામિ દુક્કડમ્'
પ.પૂ. આચાર્યશ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા. પર્યુષણ શબ્દ પર વિશિષ્ટ વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે...
 
પર્યુષણ = P-A-R-Y-U-S-H-A-N
P = પર્વની ઉજવણી કરવી
A = આરાધના કરવી. ત્ત્
R = રાગ- દ્વેષ દુર કરવા.
Y = ગુણોની યાચના કરવી.
U = ઉપવાસાદિ તપ કરવા.
S = સમતા રુપ સામાયિક કરવું
H = હંમેશ પ્રભુ દર્શનાદિ કરવા.
A = અઠ્ઠાઇ- અઠ્ઠમતપાદિ કરવા
N = નિવિ-એકાશનાદિ તપ કરવા


પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજય
ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.