
નવી
દિલ્હી- સંસદના ચોમાસુ સત્રની શરૂઆત આજથી થઈ હતી. વિપક્ષના વિરોધ સામે લડી
લેવા માટે એનડીએએ એકતા દાખવી હતી અને કોઈ પણ પ્રધાનના રાજીનામાનો અસ્વીકાર
કર્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસે ઘણી આક્રમક શૈલીમાં
પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ લલિત મોદીનો
મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે કહ્યું કે મોદી સરકારે માનવતાના આધારે લલિત
મોદીની મદદ કરી હતી અને લલિત મોગીએ દસ્તાવેજ લઈને મોજમસ્તી કરી હતી. અરૂણ
જેટલીએ આ અંગે દલીલ કરતાં જણાવ્યું હતું કે બીજેપી લલિત મોદીના મુદ્દે
વાતચીત કરવા તૈયાર છે. આમ છતાં રાજ્યસભામાં વિવાદ ચાલુ રહેતાં 12 વાગ્યા
સુધી એની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. 12 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં
ફરી હંગામો થતાં રાજ્યસભા 12-30 સુધી સ્થગિત રાખવામાં આવી હતી. ચોમાસુ
સત્ર પહેલાં નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ સત્રમાં ઘણાં નિર્ણયો
લેવામાં આવશે. એમણે સૌને સાથે લઈને ચાલવા દરેકના સહકારની વાત પણ ઉલ્લેખી
હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો