બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

કામચોર' સરકારી અધિકારીઓને ફરજીયાત રિટારમેન્ટ કરી દેશે મોદી સરકાર

- સરકારી અધિકારીઓને હવે કામગીરીના આધાર પર જ પ્રમોશન આપવામાં આવશે


નવી દિલ્હી તા. 16 સપ્ટેમ્બર 2015
મોદી સરકારે અધિકારીઓ માટે નવો ફરમાન બહાર પાડ્યો છે. સરકારના ડીઓપીટી વિભાગે નોટિસ બહાર પાડી છે કે હવે 30 વર્ષની ડ્યૂચી કે 50 વર્ષની ઉમર પાર કર્યા બાદ અધિકારીઓએ પ્રમોશન માટે તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અને તેમા નાપાસ થનારા અધિકારીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવશે.

નોટિસ અનુસાર વાર્ષિક મૂલ્યાંકનમાં નાપાસ થનારા અધિકારીઓને ત્રણ મહિનાની નોટીસ આપી રિટાયર કરી દેવામાં આવશે. આ નોટિસ દરેક મંત્રાલયમાં મોકલવામાં આવશે.

સરકારના આદેશ અનુસાર સરકારી કર્માચારીઓને કામગીરીના આધાર પર જ પ્રમોશન કે હકાલપટ્ટી કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો