નવી દિલ્હી – ૧૯૯૩ના મુંબઈ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ફાંસીની સજા પામેલા એકમાત્ર અપરાધી યાકૂબ મેમણની ક્યૂરેટિવ પીટિશનને પણ સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે તેથી હવે આ શયતાનને નાગપુરની સેન્ટ્રલ જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર યાકૂબે ૩૦ જુલાઈએ લટકાવી દેશે.
દેશના ચીફ જસ્ટિસ એચ.એલ. દત્તૂની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશની બેન્ચે યાકૂબની ફાંસી વિશે, તેની દયાની અરજી ઉપર આજે બપોરે અંતિમ નિર્ણય આપ્યો છે. બેન્ચ પરના અન્ય બે ન્યાયાધીશ છે – ટી.એસ. ઠાકુર અને અનિલ આર. દવે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગયા વર્ષે જ મેમણની દયાની અરજી નકારી કાઢી હતી.
મેમણ, જે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ડ હતો, તે મુંબઈ બ્લાસ્ટ્સના સૂત્રધાર અને ભાગેડૂ ત્રાસવાદી ઈબ્રાહિમ મુશ્તાક ઉર્ફે ટાઈગર મેમણનો ભાઈ છે. આ કેસમાં તપાસ કરનાર સીબીઆઈના જણાવ્યા મુજબ, ટાઈગર મેમણે ૧૯૯૩ની ૧૨ માર્ચે મુંબઈમાં સિરીયલ બોમ્બ ધડાકા કરવા માટેના ષડયંત્ર અને આયોજનમાં સામેલ કર્યો હતો. તે ધડાકાઓમાં ૨૫૭ જણના મરણ નિપજ્યા હતા અને લગભગ ૭૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા.
યાકૂબ ૧૯૯૪માં જ પકડાઈ ગયો હતો. ૨૦૦૭માં ત્રાસવાદવિરોધી ‘ટાડા’ કોર્ટે તેને મોતની સજા ફરમાવી હતી.
સીબીઆઈનો આરોપ છે કે તે ધડાકાઓનું ષડયંત્ર દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમણ તથા અન્યોએ ભેગા મળીને કર્યું હતું.
મુંબઈમાં તે આતંકવાદી ધડાકાઓ કરાવ્યા બાદ યાકૂબ મેમણ તેના પરિવારજનો સાથે ભારત છોડીને ભાગી ગયો હતો.
પોતે શરણે જતો રહેશે તો સજા ઓછી થઈ જશે એવું ધારીને યાકૂબ ૧૯૯૪માં ભારત પાછો ફર્યો હતો અને શરણે થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારથી તેને જેલમાં જ રાખ્યો છે.
પોતે પાકિસ્તાન ભાગી ગયો હતો અને ત્યાં એને નજરકેદમાં રાખવામાં આવ્યો હતો એવું તેણે મુંબઈના તપાસનીશ અધિકારીઓને જણાવ્યું હતું. પોતાના ભાઈ ટાઈગર મેમણને દાઉદ સાથે દોસ્તી છે અને તેઓ સોના-ચાંદીનો ગેરકાયદેસર ધંધો કરે છે એવું પણ તેણે કબૂલ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો