બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ 10 દિ’માં રાજીનામું આપે: હાર્દિક પટેલની માગણી




 
 
 


 
પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે ચાલી રહેલા રાજ્યવ્યાપી આંદોલનમાં અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થયેલા પોલીસ દમનની જવાબદારી રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ સ્વીકારી 10 દિવસમાં રાજીનામું ધરી દેવા પાટીદાર સેવા સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે માગણી કરી છે.
સુરત ખાતે આજે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પ્રેસ મીડિયા સમક્ષ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના રાજીનામાની માગણી કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાયેલી મહારેલી બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા પાટીદાર સમાજના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેની જવાબદારી ગૃહ રાજ્યમંત્રીએ સ્વીકારી 10 દિવસમાં રાજીનામું આપી દેવા જણાવ્યું હતું.
હાર્દિક પટેલે ગર્ભિત ચીમકી આપતા જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી જો 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેની સામે પાટીદાર સમાજ આંદોલનનું રણશિંગુ ફૂંકશે તેમ જણાવ્યું હતું.
પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં ક્રાંતિ રેલી બાદ ઉત્તર ગુજરાતમાં મંત્રીઓ અને ભાજપ્ના નેતાઓના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શિત શ કર્યો છે જેમાં તાજેતરમાં જ ભાજપ્ના ઉપાધ્યક્ષ પરશોત્તમ પાલાના કાર્યક્રમમાં મહિલાઓ થાળી અને વેલણ સાથે ધસી જઈ હંગામો મચાવી દીધો હતો જેના કારણે ભાજપ્ના આગેવાનોને ભાગવું ભારે થઈ પડયું હતું. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મંત્રી વસુબેન ત્રિવેદીના કાર્યક્રમનો પણ મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેના કારણે કાર્યક્રમ અધવચ્ચે જ પડતો મુકી દેવો પડયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો