શનિવાર, 19 સપ્ટેમ્બર, 2015

મુંબઈમાં ભારે વરસાદ, લોકલ ટ્રેન 40 મિનિટ મોડી ચાલી રહી છે

Heavy rains in Mumbai local train is running 40 minutes late
મુંબઈ- ગઈ કાલ રાત્રિથી મુંબઈમાં વરસાદે જોર પકડ્યું હતું. આજે સવારે પણ વરસાદ ચાલુ રહેવાના કારણે મુંબઈકરો મુશ્કેલીમાં મૂકાયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે સેન્ટ્રલ અને વેસ્ટર્ન એમ બંને રેલવે પર અસર થઈ છે. રેલવે ખાતાની માહિતી અનુસાર, પાલઘર અને બોઈસર જેવા સ્ટેશનોના ટ્રેક્સ પર પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ઉપરાંત, કલ્યાણ સ્ટેશન પર પણ પાણી ભરાવાના કારણે સેન્ટ્રલ લાઈનની ટ્રેનોને અસર થઈ હતી. સ્ટેશન પરના મુસાફરોએ આપેલી માહિતી અનુસાર, બંને લાઈનની ટ્રેન લગભગ 20-40 મિનિટ મોડી ચાલી રહી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો