શનિવાર, 19 સપ્ટેમ્બર, 2015

‘બજરંગી ભાઈજાન’: સલમાન ખાન અને હર્ષાલીએ જમાવ્યો રંગ

લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મ આજે, બરાબર ઈદના ટાણે જ દેશભરના થિયેટરોમાં રજૂ થઈ છે. હૃદયસ્પર્શી વિષય અને વાર્તા તેમજ કલાકારોના દિલખુશ અભિનયને લીધે ફિલ્મ પહેલા શોથી જ દર્શકોને ખૂબ ગમી છે.
આ ફિલ્મે સલમાનને અલગ સ્વરૂપમાં પેશ કર્યો છે. સામાન્ય રીતે સલમાનના ચાહકો, ફિલ્મી રસિયાઓમાં એવી છાપ છે કે સલમાનની ફિલ્મ હોય એટલે એમાં એક્શન હોય, સલમાન જરાય માર ખાય નહીં, ‘મુન્ની બદનામ’, ‘ઢીંકા ચિકા’, ‘જુમ્મે કી રાત હૈ’ જેવા એકાદ-બે આઈટમ ડાન્સ હોય, સલમાનની એકાદ-બે પંચ લાઈન હોય – જેમ કે ‘મૈં દિલ મેં આતા હૂં, સમઝ મેં નહીં’ વગેરે. સલમાનની ફિલ્મોમાં આવા મસાલાની લોકો આશા રાખે, કારણ કે તે વર્ષોથી પડદા પર આવું કરતો આવ્યો છે, પણ કબીર ખાન દિગ્દર્શિત ‘બજરંગી ભાઈજાન’માં આવું કંઈ નથી. અહીં તો સલમાન પોતાના પાત્રને નિભાવવામાં ઓતપ્રોત થઈ ગયો છે. આમાં એક નાનો ફાઈટ સીન છે, પણ આઈટમ સોંગ અને પંચ લાઈન્સ નથી. સલમાનની બ્લોકબસ્ટર કારકિર્દીમાં ‘બજરંગી ભાઈજાન’ તેની આગલી બધી ફિલ્મો કરતાં અલગ અને વધારે સારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો