પોલીસદમનના વિરોધ-અનામત આંદોલનના સમર્થનમાં
થાળી-વેલણનો નાદ ગૂંજ્યો
પોતાના ઘેર રહીને થાળી પીટવાની અપીલ હતી પરંતુ મહિલાઓ સ્વયંભૂ રસ્તાઓ પર આવી ગઇ ઃ રાત્રે ઉત્તેજનાસભર માહોલ છવાયો
અમદાવાદ , બુધવાર
પોલીસ દમન અને પાટીદાર આંદોલનના સમર્થનમાં થાળી વગાડીને વિરોધ કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ અપીલ કરી હતી પણ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં પાટીદાર મહિલાઓ સ્વયંભૂ રીતે રસ્તા પર ઉતરી પડી હતી. થાળીઓ વગાડીને વિરોધ વ્યક્ત કરતાં મોડી રાત્રે ઉત્તેજનાસભર માહોલ છવાયો હતો.
અમદાવાદમાં આજે મોડી રાત્રે વસ્ત્રાલ, રાણિપ, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં પાટીદાર મહિલાઓના ટોળેટોળા રસ્તા પર ઉતરી પડયાં હતાં. કોઇ પ્રસંગ હોય તે રીતે પાટીદાર મહિલાઓએ થાળી વેલણ લઇને રેલી સ્વરુપે નીકળી પડી હતી. આ ઉપરાંત પાટીદારોને અનામતના સમર્થન નહી આપનારા રાજકારણીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ પાટીદાર મહિલાઓના હાથમાં લઇને સ્વયંભૂ રીતે માર્ગો પર નીકળી પડી હતી.
પાટીદાર મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ખુદ પાટીદાર સમિતિએ ઘરમાં રહીને થાળી પીટવાનો આદેશ કર્યો હતો તેમ છતાંયે આખાયે રાજ્યમાં એકીસાથે પાટીદાર મહિલાઓએ રાત્રે થાળી પીટીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં કૃષ્ણનગરમાં સરદારચોકમાં ચાર હજાર પાટીદારો ઉમટી પડયાં હતાં. રાત્રે થાળીઓનો નાદ ગુંજતા અનોખો માહોલ સર્જાયો હતો.
સાંસદ પરેશ રાવલ સામે પાટીદારોએ જંગ છેડયો
અમદાવાદ,બુધવાર
પાટીદારોએ હવે અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલ સામે સોશિયલ મિડિયા પર જંગ છેડયો છે. બાપુનગરમાં શ્વેતાંગ પટેલના મૃત્યુની સાથે પાટીદારો પર પોલીસે દમન ગુજાર્યો છતાંયે આજદીન સુધી સાંસદ પરેશ રાવલે આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ કારણોસર પાટીદારોએ વોટસએપ, ફેસબુક સહિત સોશિયલ મિડિયા પર પોસ્ટર મૂકીને વિરોધ શરૃ કર્યો છે. પરેશ રાવલ ખોવાયાં છે તેવુ દર્શાવી પોસ્ટર વાયરલ કરાયું છે. છેલ્લાં બે મહિનાથી પરેશ રાવલ અમદાવાદ આવ્યાં નથી. પાટીદારોનું કહેવું છેકે,પ્રજાના પ્રતિનિધીને પ્રજા માટે સમય નથી ત્યારે તેમનો વિરોધ કરવો જરૃરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો