રાજકોટમાં રૃપાલા વિરોધી સૂત્રોચ્ચારો પણ રૃપાલા ફરક્યા જ નહીં
પોલીસ દ્વારા ૩૪ની અટકાયત
સંમેલનમાં કાળા રંગનો ડરઃ મહિલાઓને પણ કાળા વસ્ત્રો, દુપટ્ટો,રૃમાલ સાથે નો-એન્ટ્રી!
રેસકોર્સમાં પોલીસના ધાડાં વચ્ચે ઘેરાઈને ભય સાથે ભાજપે યોજવું પડયું સંમેલન!
રાજકોટ,બુધવાર
રાજકોટમાં આજે રેસકોર્સમાં બાલભવનના ગ્રાઉન્ડમાં ભાજપના યોજાયેલા સંમેલનના પ્રવેશદ્વાર પાસે અનામત માંગણી સાથે પાટીદાર યુવાનોના ટોળા ધસી આવ્યા હતા અને 'ભાજપ હાય હાય'ના સૂત્રો પોકારી બે કલાક સુધી સંમેલન સ્થળની ફરતી બાજુ દોડધામ કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. પાટીદારોએ 'રૃપાલા હાય હાય'ના રોષભેર સૂત્રોચ્ચારો પોકાર્યા હતા પણ આ રોષની ગંધ આવી ગઈ હોય તેમ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોતમ રૃપાલાએ સંમેલનમાં આવવાનું જ ટાળ્યું હતું. પોલીસે ૩૪ પાટીદારોની અટકાયત કરી હતી.
પાટીદારો વિરોધ કરશે તેની અગાઉથી ફડક બેસી જતા ભાજપ સંમેલન સ્થળે જાણે ઝેડ પ્લસ જેવી ટાઈટ સિક્યુરિટી ગોઠવી દેવાઈ હતી.રેસકોર્સમાં પ્રવેશવાના તમામ માર્ગો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત હતો અને પાટીદાર યુવાનોના ટોળા સૂત્રોચ્ચારો કરતા સ્થળ બદલાવતા પોલીસ પણ પાછળ પાછળ જતી હતી. સંમેલન સ્થળમાં જવાના અનેક દરવાજા હોય અને દરેક સ્થળે પોલીસ તૈનાત કરવી પડી હોય પોલીસનો મોટો સ્ટાફ અહીં રોકાઈ ગયો હતો.
સાંજે છ વાગ્યે જ પાટીદાર યુવાનો રેસકોર્સમાં બાલભવનમાં પ્રવેશવાના ઈન્ડોર સ્ટેડિયમ બાજુમાં આવેલા એન્ટ્રી સ્થળે એકત્ર થવા લાગ્યા હતા અને શરુઆતમાં જ ભાજપના નેતાઓ વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા અને કાળા વાવટા ફરકાવ્યા હતા.
આ વખતે સંમેલનમાં હાજરી આપવા ભાજપના કાર્યકરો આવતા હતા પણ કાળા રંગનો ભાજપને ખૂબ ડર લાગ્યો હોય તેમ પોલીસે કાળા કપડાં પહેરીને આવતા કાર્યકરોને દરવાજે જ અટકાવી પ્રવેશવા નહીં દેવાતા કેટલાક સાથે બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં, મહિલાઓ માટે અલગ એન્ટ્રી હતી જ્યાં મહિલા પોલીસ મહિલા કાર્યકર્તાઓ,નેતાઓનું પર્સ ચકાસતી હતી અને પર્સ કે પાણીની બોટલ અંદર લઈ જવા દેવાતા ન્હોતા. એક મહિલાએ સફેદ ડ્રેસ પર કોન્ટ્રાસ્ટ માટે કાળા રંગનો દુપટ્ટો પહેર્યો હતો તે દુપટ્ટો દૂર કરવા પણ સૂચના અપાઈ હતી! જાણે કે અંદર સંખ્યા વધારવા કરતા વધુ ભાર અંદર આંદોલનકર્તા પાટીદારો ઘુસી ન જાય તેના પર જ દેવાતો હતો. ગેઈટ પર ભાજપના નેતાઓને પણ તૈનાત કરાયા હતા.
પાટીદારોએ રામ ધૂન બોલાવી, ઉગ્ર વિરોધ કરતા ટોળુ પછી બાલભવનની બીજી તરફ વી.આઈ.પી.ગેઈટ તરફ જતા ત્યાં પોલીસે કેટલાક આંદોલનકર્તાઓની અટકાયત કરતા અન્ય રેસકોર્સ રીંગરોડ પર ચાલ્યા ગયા હતા. ત્યાં ઓરેન્જ અને લાલલાઈટવાળી ઉચ્ચ પોલીસ અધિકારીઓની કાર નીકળતી જોઈને જ આ આંદોલનકર્તાઓ ઉગ્ર સૂત્રોચ્ચારો કરતા હતા.
ત્યાંથી ફરી આ પાટીદાર યુવાનો પાળી કૂદીને રેસકોર્સમાં આવ્યા અને સૂત્રોચ્ચારો કરતા કરતા ફરી સંમેલન સ્થળ પાસે પહોંચ્યા હતા. આ સ્થળે પોલીસે વધુ કેટલાકની અટકાયત કરી હતી. કૂલ ૩૪ની જી.પી.એક્ટની ક.૬૮ મૂજબ અટકાયત કરાઈ હતી. બાદમાં સંમેલન ચાલ્યું ત્યાં સુધી પોલીસના ધાડાં સતત તૈનાત રહ્યા હતા જે દર્શાવે છે કે ભાજપે સતત ભય હેઠળ સંમેલન યોજ્યું પડયું હતું. કાર્યક્રમમાં રૃપાલાની સાથે મંત્રી રૃપાણી પણ આવ્યા નહોતા. જે અગે ભાજપના નેતાઓએ તેઓ અન્યત્ર વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું પણ નહીં આવતા પાટીદારોના રોષનો ભોગ બનતા અટક્યા હતા. જ્યારે મંત્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ આમ તો અભિવાદન જીલતા જીલતા આવે પણ આજે ટોળાથી 'નજર' બચાવીને અંદર લઈ જવાયા હતા.
બાલભવને બાળકો સાથે આવેલી મહિલાઓમાં પુછતી હતી-શુ થયું?
રાજકોટ,બુધવાર
રેસકોર્સ બાલભવનમાં ભાજપના સંમેલન સાથે લેવાદેવા નથી તેવી મહિલાઓ તેમના બાળકોને લઈને નવરાત્રિ પ્રેક્ટીસ વગેરે માટે આવી હતી તેઓ પણ બાલભવનના દરવાજે (જ્યાંથી કૂદીને સંમેલનમાં જઈ શકાય) પહોંચતા ત્યાં પોલીસે વાહન અંદર લઈ જવાની મનાઈ ફરમાવતા અને ઓળખ માંગીને પુછપરછ કરતા શુ થયું હશે શુ થયું? તેવા આશ્ચર્યમિશ્રિત ભયની લાગણી અનુભવી હતી. એક મહિલાએ પુછ્યું કે 'કાંઈ માથાકૂટ કે તોફાન તો થયું નથીને, મારી બહેન અંદર છે' ઉપરાંત રેસકોર્સમાં રોજ રાત્રે ફરવા આવતા લોકો પણ શુ થયું તે સવાલ પુછાતો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો